Banaskantha Heavy Rain | બનાસકાંઠામાં ફરી તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
05 Sep 2024 01:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે ત્યારે લાખણી અને થરાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાખણી પંથકમાં વરસેલા વરસાદથી બજારમાં પાણી વહેતા થયા છે. થરાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.. બજારમાં રોડ રસ્તા પર પણ પાણી જોવા મળ્યા છે. જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ડીસા, દાંતીવાડા, થરાદ અને લાખણી પંથકમાં વરસાદ વરસ્યો છે.. બનાસકાંઠામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ડીસા, પાલનપુર હાઈવે પર જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે.. ધાનેરામાં વાહન ચાલકોને પાણી ભરાતા વારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પાલનપુરમાં થોડા એવા વરસાદમાં પણ જળ ભરાવની જે સ્થિતિ સર્જાય છે એ જ સ્થિતિનું સર્જન આજે પણ થયું છે. ઠેર ઠેર સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સમજાતા વસંત ફોનલા. જોડાયા છે વસંત આજે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ છે કયા કયા પંથકોમાં વરસાદ?