બનાસકાંઠાઃ પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્નીના પ્રેમીએ સોપારી આપી કરાવી હતી હત્યા
બનાસકાંઠાના ધાનેરા ધારણોધર ગામે પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પૂજારીની પત્નીના પ્રેમી એ જ પોતાના રાજસ્થાની ભાગીયાને રૂ. 3.50 લાખની સોપારી આપતાં ભાગીયાએ તેની સાથે અન્ય એક રાજસ્થાની શખ્સને રાખી પૂજારીને મળવા બોલાવી તાર વડે બાંધી હત્યા કરી દેતા સમગ્ર પંથકમા ચકચાર મચી ગઈ હતી.જો કે એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ઘટનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.