Banaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ચોમાસા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી ભયંકર ઉકળાટ અને બફારાથી લોકો હેરાન પરેશાન હતા.... રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી....બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો હતો. પાલનપુર, દાંતીવાડા, દાંતા, ડીસા, સહિત અન્ય તાલુકામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતા કાગડોળે રાહ જોઈ બેઠેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી....

હવામાન વિભાગની આગાહી (IMD forecast) મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે.  ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં  પણ  ભારે વરસાદનું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે.  

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola