
Banaskantha Split Decision : એક વ્યક્તિના અહમને સંતોષવા આખા જિલ્લાને ખેદાન-મેદાન કર્યુઃ ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા જિલ્લા ના વિભાજન બાદ દિયોદરમાં છેલ્લા દસ દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર ઓગડ સંકલન સમિતિ દ્વારા છેલ્લા દસ દિવસથી ધારણા કાર્યક્રમ યથાવત છે. જોકે આજે ધારણા કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. સમિતિના આવેદનપત્ર સ્વીકાર્યા બાદ ઠાકોરે સરકારને આડેહાથ લીધી.
'ફક્ત એક વ્યક્તિના અહમને સંતોષવા સરકારે આખા બનાસકાંઠા જિલ્લાને કરી નાખ્યું ખેદાન-મેદાન...', બનાસકાંઠાના કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આ શબ્દબાણ છોડ્યા છે. દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે સતત 10 દિવસથી ધરણાં ચાલી રહ્યા છે. આજે ધરણાં સ્થળે સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. આ સમયે ગેનીબેને કહ્યું કે, કોઈપણ આગેવાનને સાંભળ્યા વગર જ સરકારે આ નિર્ણય કર્યો છે. ગેનીબેન ઠાકોરના મતે સરકાર થરાદની સાથે દિયોદરને ઓગડ જિલ્લો બનાવી શકી હોત. પરંતુ એક વ્યક્તિના અહમને સંતોષવા આખા બનાસકાંઠા જિલ્લાને ખેદાન-મેદાન કરી નાખ્યું.