ABP News

Dwarka Mega Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન, 96 ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર

Continues below advertisement

યાત્રાધામ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણો પર દાદાનુ બુલડોઝર ટોપ ગિયરમાં ફરી વળ્યુ. સરકારી જમીન પર દબાણ કરી બેઠેલા કુલ 450 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 96 બાંધકામોને તોડીને 42 હજાર 500 સ્કેવર મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દુર કરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત 9.50 કરોડ થાય છે.. શનિવારે સવારથી શરૂ કરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી હજુ પણ આગામી બે દિવસ યથાવત રહેશે. ડિમોલિશનની કામગીરી દરમિયાન ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પોલીસવડાની હાજરીમાં એક એસપી, ત્રણ ડિવાયએસપી અને એક હજાર જેટલા પોલીસ અને એસઆરપીના જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલુ જ નહીં.. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ડિમોલિશનના સ્થળને પોલીસે કોર્ડન કરીને સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram