પંચમહાલ: ભારત બંધના એલાનને પગલે સંતરામપુરમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત, જુઓ વીડિયો
પંચમહાલ : ભારત બંધના એલાન ને લઇ ગોધરા સહીત જિલ્લામાં કોઈજ અસર જોવા મળી નથી. શહેર ના તમામ બજારો ખુલ્લા જોવા મળ્યા હતા. APMC ની કામગીરી પણ રાબેતામુજબ ચાલુ જોવા મળી હતી. બંધના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કારવામાં આવ્યા હતા. ગોધરા સહીત જિલ્લામાં 20 થી વધુ કૉંગી કાર્યકારોને પોલીસે ડિટેન કર્યા હતા. ભારત બંધના એલાને લઇ જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે.