Gujarat Farmer: ખેડૂતોના પ્રશ્નોને લઈ ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર

Continues below advertisement

ખેડૂતોના પ્રશ્નોને લઈ  ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર. માવઠાથી ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવવા માગ. અગાઉ થયેલા નુકસાનની બાકી ચુકવણી ઝડપથી કરવા કરી રજૂઆત. રાસાયણિક ખાતરની અછત દૂર કરવા પણ કરી માગ. ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે ખેડૂતોમાં વ્યાપેલા અસંતોષને દૂર કરવા કરી માંગણી.

 ખેડૂતોના  વિવિધ પ્રશ્નોના નિરાકરણને લઇ ભારતીય કિસાન સંઘે મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી યોગ્ય  નિર્ણય કરવા માંગ કરી છે. પત્રમાં ખેડૂતોની કફોડી સ્થિતિનો ઉલ્લેખ કરી  ખેતીને અગાઉ થયેલા નુકસાનની ઝડપથી ચુકવણી કરવા માંગણી કરી હતી સાથે જ એવી લાગણી પણ વ્યક્ત કરી હતી કે હાલ જે માવઠું પડ્યું છે તે અંગે પણ ઝડપથી સર્વે થાય. રાસાયણિક ખાતરની અછત મામલે  પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને ઉજાગરા વેઠી ખાતર માટે લાઈન લગાવવી પડે છે, આ સ્થિતિ દૂર કરવા રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો મળે તેવી સરકાર વ્યવસ્થા કરે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઇકો સેન્સિટિવ ઝોન મામલે પણ ખેડૂતોમાં અસંતોષ વ્યાપેલો છે તેને દૂર કરવા યોગ્ય પગલાં ભરવામાં આવે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram