Botad Murder Case: પાટીદાર અગ્રણી ધરમશી પટેલની હત્યાથી ખળભળાટ

Continues below advertisement

અમદાવાદના ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટ્રીની હત્યાથી હડકંપ. બરવાળા તાલુકાના ભીમનાથમાં ધરમશી મોરડિયા પર જીવલેણ હમલો. હત્યાને લઈ તપાસનો ધમધમાટ તેજ.

બોટાદના બરવાળા તાલુકાનું ભીમનાથ ગામમાં પાટીદાર અગ્રણીની હત્યા કરી દેવાતા સનસની મચી ગઈ છે. મૃતક ધરમશીભાઈ મોરડિયા ધંધુકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી હતા. સાથે જ અન્ય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હતા. આજે તેઓ RMS હોસ્પિટલમાં મીટિંગ પૂર્ણ કરી ભીમનાથ ગામમાં પોતાના ઘર પાસે ઉભા હતા. આ સમયે ગામના જ કલ્પેશ મેર નામના વ્યક્તિએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ધરમશીભાઈને RMS હોસ્પિટલમાં લઈ જવાયા.  જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.  નોકરીની બાબતે બોલાચાલી કરી કલ્પેશ મેરે ધરમશીભાઈની હત્યા કરી નાખી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram