16 જીદંગીને ભરખી જનારા ભરૂચ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, હોસ્પિટલે નવી ઈમારતની ન્હોતી લીધી ફાયર NOC
Continues below advertisement
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી હતી.આ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 16 લોકોના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે. ત્યારે આ ઘટનાને લઈ ફાયરવિભાગની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલે નવી ઈમારતની ફાયર NOC લીધી ન્હોતી. આ ઘટનાને લઈ વધુ તપાસ બે સિનિયર IAS વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને સોંપવામાં આવી છે.
Continues below advertisement