આજથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકોને અપાશે રસી, જુઓ વીડિયો

આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ છે અને આજથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાશે. ગુજરાત સહિત દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાશે. જે અંતગર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આજથી યુવાનોના વેક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન અપાશે. આ માટે તમામ લોકોએ cowin.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola