ભૂજઃ ફી ભર્યા બાદ પણ પુત્રને શિક્ષણથી રાખ્યો વંચિત, વાલીએ ખાનગી સ્કૂલ સામે કરી ફરિયાદ

ભૂજની એક ખાનગી સ્કૂલ સામે વાલીએ ગંભીર આરોપ મુક્યા હતા. તેમણે આ બાબતે લેખિત ફરીયાદ જિલ્લા કલેકટર અને શિક્ષણ વિભાગને પણ કરી છે. માધાપરમાં રહેતા એક્સ આર્મ મેન અશોકસિંહ જાડેજાનો પુત્ર દુન સ્કૂલમાં 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. અશોકસિંહે પોતાના પુત્રની તમામ ફી નિયત સમયે ભરી હતી પરંતુ છેલ્લી ફી ભરવામાં થોડુ લેટ થઇ ગયુ હતુ. જે પણ તેઓએ બાદમાં ચેકથી ભરી હતી. પરંતુ શાળા દ્ધારા તેમના પુત્ર પર ફી મામલે ખોટુ દબાણ ઉભુ કરી તેને શિક્ષણથી વંચિત રખાઇ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola