Junagadh News: જૂનાગઢમાં તાલુકા સેવા સદનમાં દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે બોલી બઘડાટી
Continues below advertisement
જૂનાગઢ તાલુકા સેવા સદનમાં દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે બઘડાટી બોલી ગઈ. રવિ ચંદે નામના અરજદારે ઈ- ધરાના નાયબ મામલતદાર ભાર્ગવ ધામેચા પર ખુરશીથી હુમલો કરી દીધો.વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાના મુદ્દે અધિકારીએ વધારાનું એફિડેવિટ માગતા રવિ ચંદે મામલતદારની ચેમ્બરમાં ધસી આવ્યો હતો અને લાકડાની ખુરશીનો ઘા કર્યો હતો આટલું જ નહીં જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મામલતદાર દસ્તાવેજની ચકાસણી કરતા હતા ત્યારે ધ્યાને આવ્યું કે ગામ નમૂના નંબર 7માં પાણી લેવાના અને રસ્તાના હક્ક લખાયેલા હતાં. પરંતું દસ્તાવેજમાં તેનો ઉલ્લેખ નહોતો. આ સ્પષ્ટતા કરવા માટે નાયબ મામલતદારે વધારાનું એફિડેવિટ રજૂ કરવા સૂચના આપી. બસ આ વિગતો માગતા જ રવિ ચંદે ઉશ્કેરાયો હતો અને મારામારી કરી હતી. પોલીસે ઈ- ધરાનાના નાયબ મામલતદારની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement