ABP News

Big Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

Continues below advertisement

Big Breaking News: ગુજરાતના IPS રવિન્દ્ર પટેલના ત્યાં સેબીના દરોડા, જાણો શું છે આખો મામલો?

IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રિય એજન્સીએ રેડ પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમો દ્વારા ગુરુવારે વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ગલોડીયા ગામમાં રહેતા IPSના સાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતના બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. 

તમને જણાવી દઈએ કે, IPS રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત IPS અધિકારી છે. રોધરા ગામે કેન્દ્રિય ટીમોના તપાસનો ધમધમાટ શરુ થતા ચકચાર મચી જવા પામી હતી. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની  ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી છે. શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેર લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram