Kutch News । કચ્છના નાના રણમાં થયેલ ફાયરિંગ કેસમાં થયા મોટા ખુલાસા, જુઓ સમગ્ર મામલો
Kutch News । કચ્છના નાના રણમાં થયેલ ફાયરિંગ કેસમાં થયા મોટા ખુલાસા, જુઓ સમગ્ર મામલો
કચ્છના નાના રણમાં બંદૂકના ભડાકે જમીન પચાવીને ગેરકાયદે મીઠાના પાળા બનાવવાના- ચકચારી પ્રકરણની પોલીસ તપાસમાં બે રાજકીય નેતા અને ગાંધીધામના એક મીઠાં વ્યવસાયીની સંડોવણી બહાર આવી,બંદૂકના ભડાકે થયેલાં મર્ડર કેસમાં ઝડપાયેલાં ૧૬ આરોપીઓની પૂછપરછમાં નરેન્દ્રદાન આર. ગઢવી, અશોકસિંહ ઝાલા અને ગાંધીધામના દિલીપ અયાચીની સંડોવણી બહાર આવી, નરેન્દ્ર ગઢવીની ધરપકડ કરી લેવાઈ છે, અશોક ઝાલા અને દિલીપ અયાચી હજુ હાથ લાગ્યાં નથી, નરેન્દ્ર ગઢવીની પત્ની હાલ કચ્છ જિલ્લા પંચાયતમાં સદસ્ય છે, અશોકસિંહ ભચાઉનો પૂર્વ નગરપ્રમુખ છે અને કોંગ્રેસ-ભાજપમાં રહી ચૂકેલો છે ગુનામાં ત્રણેની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહ્યું છે