Gujarat Cabinet Expansion: રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ પર સૌથી મોટું અપડેટ
રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણના લઇને abp અસ્મિતા પાસે EXCLUSIVE જાણકારી સામે આવી છે. 15 અથવા 16 ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ગઈકાલની પાંચ કલાકની મેરેથોન બેઠકમાં કેબિનેટવિસ્તરણની યાદી તૈયાર કરાઈ હતી. વિસ્તરણની સાથોસાથ મંત્રીમંડળમાં મોટા ફેરફારની પણ શક્યતા છે. abp અસ્મિતા પાસે રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે. મંત્રીમંડળનું વિસ્તરણ ગુરૂવાર સુધીમાં નક્કી થશે. ઉલ્લેખનિય છે કે,આવતીકાલે વિકાસ સપ્તાહની પૂર્ણાહૂતિ બાદ વિસ્તરણની શક્યતા છે. વિસ્તરણ બાદ ગુરૂવારે કેબિનેટની બેઠક મળે તેવી શક્યતા છે. વિસ્તરણની સાથે-સાથે ખાતાઓની ફેરબદલ પણ નક્કી કરાશે. કેટલાક રાજ્ય મંત્રીઓને પ્રમોશન મળશે તેવી પણ શક્યતા છે. મંત્રીમંડળમાં સામેલ હાલના છ મંત્રીને પડતા મૂકાશે તે વાત નિશ્ચત છે. બચુ ખાબડને પણ પડતા મૂકાઇ તેવી તે નિશ્ચિત છે. ઉપરાંત ભીખુસિંહ પરમારને પણ પડતા મૂકાય તેવી શક્યતા છે. ઉપરાંત ભાનુબેન બાબરિયાની પણ બાદબાકી થઇ શકે છે.