Gujarat ED Raid: PMLA અંતર્ગત કોલકતાની ઈડીની ટીમ ગુજરાતમાં દરોડા પાડી સર્ચ હાથ ધર્યું
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કોલકતાની ઈડીની ટીમ ગુજરાતમાં દરોડા પાડી સર્ચ હાથ ધર્યું છે. બે હજાર 652 કરોડની છેતરપિંડીના કેસમાં ઈડીએ પશ્ચિમ બંગાળ, તેલંગણા ઉપરાંત ગુજરાતમાં 13 સ્થળે તપાસ કરી. શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ તથા તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસ હાથ ધરી. વ્યવસાયિકો, ચાર્ટડ એકાઉટન્ટ અને કાનૂની વ્યવસાયિકોને ત્યાં તપાસ હાથ ધરી છે. શ્રી ગણેશ જ્વેલરી હાઉસ લિમિટેડ તથા તેની સાથે સંકળાયેલા 25 અલગ- અલગ બેંકોમાંથી મેળવેલી લોન મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે. તો તપાસ દરમિયાન સંલગ્ન કંપનીઓના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરાયા. મહત્વના દસ્તાવેજી પુરાવાઓ અને ડિજિટલ રેકોર્ડસ પણ જપ્ત કરાયા છે. અગાઉની તપાસ દરમિયાન 193 કરોડની મિલકતો જપ્ત કરી લેવામાં આવી છે. સર્ચ દરમિયાન ઈડીની ટીમે 33 કરોડ રૂપિયાનું ભંડોળ સ્થગિત કર્યું છે. વર્ષ 2010-11માં ગણેશ જ્વેલર્સના પ્રમોટર્સે સૌર પ્રોજેક્ટમાં 160 કરોડના ભંડોળનો ઉપયોગ કર્યાનું પણ સામે આવ્યું.