કોરોનાથી સ્વસ્થ થયા બાદ ગુજરાત કોગ્રેસના આ દિગ્ગજ નેતાને ફેફસામાં થયું ઇન્ફેક્શન
Continues below advertisement
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલના સ્વાસ્થયને લઈને મોટા સમાચાર આવ્યા છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ શક્તિસિંહ ગોહિલને હવે ફેફસાનું ઈંફેકશન થયું છે. ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. તો પોતાના સમર્થકો અને કાર્યકરોને અપીલ કરી હતી કે મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે. ત્યારે સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સાથે જ સ્વાસ્થયની ચિંતા કરનારા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો.
Continues below advertisement