રાજ્યના વધુ એક જિલ્લામા બર્ડ ફ્લૂનો પગપેસારો, જુઓ વીડિયો
રાજ્યમાં ધીરે ધીરે બર્ડ ફ્લૂનો ફેલાવો વધી રહ્યો છે. જૂનાગઢ, વડોદરા, વલસાડ, સુરત બાદ ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લૂએ દસ્તક દીધી છે. ડાંગમાં 10 કાગડાના મોત થયા હતા. જેમાં ચાર કાગડાના મૃતદેહને તપાસ માટે મોકલાયા. જેમાંથી એક કાગડાનું મોત બર્ડ ફલૂના કારણે થયું હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો હતો. બર્ડ ફલૂ કેસ સામે આવતા જ પ્રશાસન એલર્ટ થયું છે. ડાંગ જિલ્લા કલેકટરે એક કિલોમીટરના વિસ્તારમાં સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરવાના આદેશ આપ્યા છે.