પંચમહાલની મોરવાહડફ પેટાચૂંટણીમાં ભાજપે ઉમેદવારનું નામ કર્યું જાહેર, જુઓ વીડિયો
મોરવા હડફ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ (BJP)ના નિમિષાબેન સુથાર અને કૉંગ્રેસના સુરેશ કટારા વચ્ચે જંગ જામશે. કૉંગ્રેસ (congress) રવિવારે સુરેશ કટારાને મોરવા હડફ (morva hadaf by election) ની બેઠક પર મેદાને ઉતારતા ભાજપે આજે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. ભાજપે નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા છે. 17 એપ્રિલે મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી યોજાશે. ભૂપેંદ્ર ખાંટનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી.