Gujarat BJP : ગુજરાતમાં ભાજપે નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપ પ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ભાજપે બોટાદ નગરપાલિકના પ્રમુખ, ઉપપ્રમુખ. કારોબારી ચેરમેનની કરી વરણી. આ તમામ પદો પર મહિલાઓની કરાઈ પસંદગી. ધર્મિષ્ઠાબેન જોટાણીયાની પ્રમુખપદે વરણી કરાઈ. તો નીરુબેન ત્રાસડીયાની ઉપપ્રમુખ તરીકે વરમી કરાઈ. મહેસાણા જિલ્લામાં પણ ભાજપે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું.. વડનગર અને ખેરાલુ નગરપાલિકામાં પ્રમુખપદે મહિલાઓની વરણી કરાઈ. વડનગર પાલિકાના પ્રમુખપદે મિતિકાબેન શાહની પસંદગી કરાઈ. તો ખેરાલુ પાલિકાના પ્રમુખપદે મોહિનીબેન પંડ્યાની વરણી કરાઈ. સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા, તલોદ અને પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. આજે ભાજપે આ ત્રણેય નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી. વલસાડ જિલ્લામાં પણ વલસાડ, પારડી અને ધરમપુર એમ ત્રણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખપદે ભાજપે વરણી કરી. માલતીબેન પટેલની વલસાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદગી કરાઈ. યાત્રાધામ દ્વારકા નગરપાલિકાના પ્રમુખપદે કોમલબેન ડાભીની પસંદગી કરાઈ.. તો વિજય માણેક બન્યા ઉપપ્રમુખ... દ્વારકા પાલિકાની તમામ 28 બેઠક પર ભાજપનો વિજય થયો છે. નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાના પ્રમુખપદે ભાજપે મનીષ પટેલની વરણી કરી... જ્યારે તેજલબેન જોશીની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ.