ભાજપના નેતાઓએ કહ્યું, લોકડાઉન લાદતાં સરકારને કોણ રોકે છે ? કોરોના જે રીતે યુવાનોનો ભોગ લઈ રહ્યો છે એ જોતાં ગુજરાતમાં લોકડાઉન લગાવવું જરૂરી છે........
ગુજરાતમાં લોકડાઉનના બદલે વધુ સાત શહેરોમાં નાઇટ કરફ્યૂ લગાવવાનો રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે. વધુ સાત શહેરોના ઉમેરા સાથે ગુજરાતના ૩૬ શહેરો રાત્રિ કરફ્યુ હેઠળ આવી ગયા છે. આ દરમિયાન ભાજપના નેતાઓએ કહ્યું, લોકડાઉન લાદતાં સરકારને કોણ રોકે છે ? કોરોના જે રીતે યુવાનોનો ભોગ લઈ રહ્યો છે એ જોતાં ગુજરાતમાં લોકડાઉન લગાવવું જરૂરી છે.