ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ ભ્રષ્ટાચારને લઈને ઉઠાવ્યા સવાલો
Continues below advertisement
પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં નગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે ભાજપના સત્તાધીશો શહેરના વિકાસના કામો મસમોટો ભ્રષ્ટાચાર આદરી રહ્યા હોવાનો ખુદ ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના સદસ્ય જ સાધારણ સભામાં સવાલો ઉઠાવ્યા હતા મોટા ભ્રષ્ટાચારને લઇને સાધારણ સભામાં મુદ્દાઓની ચર્ચા કરવાની માગણી કરી હતી પરંતુ ચર્ચા કરવાને બદલે ભાજપ શાસિત પાલિકાના પ્રમુખએ પાંચ મિનિટમાં સભા આટોપી લીધી હતી જ્યારે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યા હતા
Continues below advertisement