ભાજપના મંત્રી ગણપત વસાવાએ આપી ધમકી, કહ્યું- એક જ ઓર્ડર કરાવીશ તો ડમ્બર બંધ થઈ જશે....
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શુક્રવારે સાંજથી શાંત થયા છે. જોકે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ- કૉંગ્રેસના ધારાસભ્યોએ વિવાદીત નિવેદનો આપ્યા છે. આ જ ક્રમમાં હવે હવે ભાજપના મંત્રીનો પણ ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે.
રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા એક વીડિયોમાં નામ લીધા વગર ધમકી આપી રહ્યા છે કે સરકારમાંથી એક ઓર્ડર કરાવીશ તો કાલથી બધા ડમ્પર બંધ થઇ જશે. મંત્રી ગણપત વસાવાએ કોને ટાંકીને કહ્યું છે તે તો સ્પષ્ટ થતું નથી. પણ સવાલ એ ચોક્કસથી ઉઠે કે તો શું અત્યાર સુધી ડમ્પરો ગેરકાયદેસર ચાલે છે.