Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'

Hardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'
 
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે. વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો બનશે. ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે આ મોટું નિવેદન આપ્યું છે. તેઓના નિવેદનથી હવે ખળભળાટ મચ્યો છે અને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હુંકાર કર્યો કે છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે અને વિરમગામ જિલ્લો બનશે તો આપણો નળકાંઠા તાલુકો બનશે. છાતી ઠોકીને આજ તમને કહીને જઉં છું અને આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. આટલા વર્ષોથી અહિયાં ચૂંટણી થતી હતી કોઈ 5000 એ જીતું નતું. આ કાંઠાવાળાને બધા કામે લાગી ગયા, 52000 એ જીતાડી દીધો. એટલા માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ એ બધું સારું કરીએ છીએ, તો આપણે બધા જ સાથે મળીને નળકાંઠાના વિકાસમાં કામે લાગીએ. બધા જ સમાજ સાથે મળીને એકતા રહે, દરેક સમાજની સામાજિક એકતા રહે ,કોઈને પણ નુકસાની ન કરી એવો ભાવ રહે અને એવા ભાવ સાથે આપણે નળકાંઠાના બધા જ ગામોને સાથે મળીને વિકાસના કામમાં જોતરીએ એવી આપ સૌ પાસે આશા છે. 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola