નિતીનભાઈની ચિંતા ઓછી કરવા આ કાર્યક્રમ લઈને આવ્યો છું કારણ કે તેમના પક્ષના ધારાસભ્ય રેમડેસિવિર પણ આપી શકે છે....
Continues below advertisement
સુરતના કોવિડ કેર સેંટરમાં રેમડેસિવિર ઈંજેક્શન ભરી રહેલા આ નેતાજી છે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના આ ધારાસભ્યએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈંજેક્શન ભર્યું. તે પણ કેવુ રેમડેસિવિરનું. નેતાજીએ જે ઈંજેક્શન ભર્યું તે સ્વભાવીક રીતે કોરોનાની દર્દીની નસમાં પણ ગયું હશે. વી.ડી.ઝાલાવાડિયાને નર્સિંગનો ન તો કોઈ અનુભવ છે કે ન તો ચિકિત્સાની કોઈ ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈંજેક્શન કોઈને આપી કેવી રીતે શકે. નેતાજી ઈંજેક્શન આપ્યું એટલુ જ નહીં તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. સ્વભાવિક રીતે નેતાજીનો આ વીડિયો સામે આવતા કૉંગ્રેસે આરોપ પણ લગાવ્યા
Continues below advertisement
Tags :
Congress Doctor Patient Corona Patient Injection Remdesivir Injection Gujarat BJP MLA Gujarat BJP MLA VD Zalavadiya