નર્મદાના 121 ગામોને ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કાઢવા ભાજપના સાંસદે PMને કરી રજૂઆત
નર્મદાના 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કરવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખી રજૂઆત કરી હતી. સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવી બીક આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે. ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમાવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકશાન થવાનો ખતરો છે.