Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધી

આતશબાજીથી ઉજવણી.. દ્રશ્યો હાલોલ નગરપાલિકાના છે. જ્યાં ભાજપે મતદાન પહેલા જ ઐતિહાસિક જીત મેળવી છે.. ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના અંતિમ દિવસે 20 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 18 અને અપક્ષના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. ચૂંટણી અધિકારીએ 36 બેઠકો માટે કુલ 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. જેમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. ભાજપે આપેલા 34 મેન્ડેટમાંથી 18 સભ્યો બિનહરીફ જાહેર થયા. જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ બિનહરીફ જાહેર થયા છે.. વોર્ડ મુજબ વાત કરીએ તો વોર્ડ નંબર એકમાં એક, વોર્ડ નંબર બેમાંથી પાંચ, વોર્ડ નંબર ત્રણમાંથી બે, વોર્ડ નંબર ચારમાંથી એક, વોર્ડ નંબર પાંચમાંથી ત્રણ, વોર્ડ નંબર છમાંથી ત્રણ, વોર્ડ નંબર સાતમાંથી એક, વોર્ડ નંર આઠમાંથી બે, તો વોર્ડ નંબર નવમાંથી બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી.. કુલ નવ પૈકી ભાજપે ત્રણ વોર્ડમાં બિનહરીફ જીત મેળવી છે.. જેને લીધે નગરપાલિકાની સત્તા ભાજપે મતદાન પહેલા જ હસ્તગત કરી લીધી છે.. જ્યારે હવે બાકીની ચૂંટણી પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની રહી છે.. આ પરિણામ ભાજપ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola