PM Modi Lok Sabha Speech: લોકસભામાં PM મોદીના રાહુલ-કેજરીવાલ પર પ્રહાર

મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું. તેમણા ભાષણમાં, તેમણે કોઈનું નામ લીધા વિના ગાંધી પરિવાર, કેજરીવાલ અને વિપક્ષી નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. પરંતુ સૌ પ્રથમ અરવિંદ કેજરીવાલ તેમના નિશાના પર હતા. શીશ મહેલ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આ મુદ્દા પર સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચા થઈ રહી છે. કેટલાક નેતાઓ જેકુઝી, સ્ટાઇલિશ શાવર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ અમારું ધ્યાન દરેક ઘરમાં પાણી પર છે! રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરનારાઓને ગરીબો વિશે વાત કરવી કંટાળાજનક લાગશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola