વલસાડઃ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કન્યાને લગ્નમંડપમાંથી સીધી ક્યાં લઇ જવાઇ?

વલસાડમાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કન્યાને લગ્ન મંડપમાંથી સીધા ઘરે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી. લગ્ન બાદ યુવતીને મુંબઇ જવાનું હોવાથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.  જેનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગની ટીમ ઘરે પહોંચી હતી પરંતુ યુવતી ત્યાં ન હોવાથી આરોગ્યની ટીમ લગ્નસ્થળ પર પહોંચી હતી. યુવતી સગાઈ બાદ મુંબઈ ખરીદી માટે ગઈ હતી. આજે યુવતીના લગ્ન હતા પણ તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા યુવતી અને પરિવારજનોને સમજાવી યુવતીને ઘરે જ ક્વોરેન્ટાઇન કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola