Budget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાં
Continues below advertisement
આવતા વર્ષે 2025 માં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ 13 ફેબ્રુઆરી આસપાસ બજેટ સત્રની શરૂઆત થશે. વિધાનસભાનું બજેટ સત્ર 23 માર્ચ પહેલા સત્ર પૂર્ણ પણ થઇ જનાર છે. ત્યારે આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ નાણામંત્રી કનુભાઈ બજેટ રજૂ કરશે.
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2025-26ના બજેટ માટે તૈયારી શરૂ કરી હતી,. ત્યારે થોડા દિવસ અગાઉ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સાત વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પણ યોજાઈ હતી. ત્યારે આ બેઠકમાં ગત વર્ષના બજેટના વહીવટ અને ખર્ચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આગામી બજેટ માટેના પ્રાથમિક લક્ષ્યો અને યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી.
Continues below advertisement