Bulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!

દરિયાઇ વિસ્તારોમાં દબાણ કરી ગેરકાયદે પ્રવૃતિ કરનારાઓ વિરુદ્ધ રાજ્ય સરકારનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેટ દ્વારકા બાદ જામનગરના દરિયામાં પણ સફાઈ અભિયાન જોરદાર ચાલી રહ્યું છે. જામનગરના પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણ દૂર કરી 4 હજાર ચોરસમીટર જમીન ખાલી કરાઈ છે. ધાર્મિક કાર્યોના નામે દબાણ કરનાર ગેરકાયદે પ્રવૃતિ કરનારા વિરુદ્ધ આ વધુ એક મોટી કાર્યવાહી છે. આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષાની સાથે જળસૃષ્ટી માટે પણ હાનિકારક હતા.

બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. ઓખા પોર્ટમાં સરકારી જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરાયા હતા. પ્રથમ બે દિવસમાં 187 ગેરકાયદે બાંધકામ તોડાયા હતા. બીજા દિવસે 111 ગેરકાયદે બાંધકામ તોડાયા હતા. 1 લાખ કરોડની સરકારી જમીન પરના દબાણો દૂર કરવાનો સંકલ્પ લીધો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અતિ સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કાર્યવાહી કરી હતી. દબાણોના કારણે આ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા મોટો મુદ્દો હતો. ટાપુ પરના ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola