
Harsh Sanghavi : બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન મુદ્દે સોશલ મીડિયાના માધ્યમથી હર્ષ સંઘવીને ધમકી
બેટ દ્વારકામાં ગઇકાલે કરવામાં આવેલા મેગા ડિમૉલિશનના પડઘા પડ્યા હોવાનું સામે આવ્યુ છે. બેટ દ્વારકામાં 'દાદાનું બૂલડૉઝર' કાર્યવાહી બાદ હવે સોશ્યલ મીડિયા પર ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયા એક્સ હેન્ડલ 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' પર હર્ષ સંઘવીને ધમકી મળી છે, આ પૉસ્ટમાં ઓવૈસીને પણ ટેગ કરવામાં આવ્યા છે. આ ધમકી મળ્યા બાદ તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મૉડમાં આવી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બેટ દ્વારકામાં 76 જેટલી દબાણો દુર કરીને 6 કરોડથી વધુની જમીનની ખુલ્લી કરવામાં આવી હતી.
ગઇકાલે યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમૉલિશનની કામગીરીમાં બાદ આજે સોશ્યલ મીડિયા પરથી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઇ છે. આજે 'ગેસ્ટ ફ્રૉમ માર્સ' નામના એક્સ હેન્ડલ પરથી એક પછી એક વારાફરથી ટ્વીટ કરાયા હતા, દ્વારકા બેટ દ્વારકામાં દબાણ હટાવવા પર ગૃહમંત્રીને ધમકીઓ મળી છે, પૉસ્ટમાં લખવામાં લખવામાં આવ્યુ છે કે, "બેટ દ્વારકામાં જે થયું છે તેને અમે યાદ રાખીશું", "અમારા લોકો, અમારા બાળકો સાથે જે થયું તેને યાદ રાખીશું", ગેસ્ટ ફ્રૉમ માર્સ નામના એક્સ હેન્ડલ પરથી આ તમામ ધમકીઓ આપવામાં આવી છે. ટ્વિટ કરીને ધમકી આપ્યા બાદ લખ્યું - 'બાલાપુર'ના લોકો માટે કડકડતી શિયાળો, ખોરાક નથી, આશ્રય નથી, પ્રાણીઓ પીડાઈ રહ્યા છે, લોકો પીડાઈ રહ્યા છે, પણ કોઈ તેમને મીડિયા પર બતાવી રહ્યું નથી. અન્ય ટ્વિટમાં લખ્યું કોઈ નૉટિસ નહીં, ફક્ત ઘરની બહાર એક કાળો ક્રૉસ અને પછી તોડી પાડવામાં આવ્યા.