Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO

Continues below advertisement

Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO 

યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરના આતંકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ચારથી પાંચ સ્થળોએ બાઈક સવારોને અડફેટે લીધા હતા આ સાંઢોએ, અને હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. રખડતા સાંઢ અને ઢોરના આતંકને લઈ દ્વારકાના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત છતાં પણ પાલિકા તરફથી કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. 

જોકે, પાલિકાના સત્તાધીશો પોતાનો બચાવ કરતા જોવા મળ્યા અને પશુઓ સાથે પશુ પાલકો સાથે બેઠક યોજવાની પણ તેઓએ વાત કરી હતી. એટલું જ નહીં, હવે આવા બનાવો ન બને તે માટે રખડતા સાંઢને ડેપોમાં પૂરવાના પ્રયત્નો હાથ ધર્યા હોવાની પણ તેઓ દાવો કરી રહ્યા છે. 

દ્વારકામાં રખડતા ઢોરનો પ્રશ્ન અનેક લાંબા સમયથી છે. અહીંના જાગૃત નાગરિકો અને આવતા યાત્રીઓએ અવારનવાર તંત્રને રજૂઆત કરેલ છે, પણ ખ્યાલ નથી કે શું કામ આ રીઢાતં જેમ ઢોર રીઢા છે એવું જ તંત્ર રીઠું છે કે જેને કઈ ફેર નથી પડતો. અનેક વખત યાત્રુઓને લાગી અને હોસ્પિટલ સુધી પહોંચવાના બનાવ બન્યા છે. છેલ્લે એક આપણા સફાઈ કામદારને એક આખલાએ લગાડી દીધું અને મૃત્યુ પણ થયેલું છે, પણ એવું લાગે છે કે આ તંત્રને કઈ ફેર નથી પડતો. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram