CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને લોકોને કરી મતદાનની અપીલ, કૉંગ્રેસ પર શું કર્યા પ્રહાર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને ટ્વીટ કરીને મતદાન કરવાની અપીલ કરી છે. સાથે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતની જનતા તેમ જ પ્રત્યેક જનપ્રતિનિધિ ગુજરાતના વિકાસને આગળ ઘપાવવા માટે એક નિર્ણાયક નેતૃત્વ ઇચ્છે છે જે કેવળ ભાજપમાં જ સંભવ છે. કોંગ્રેસ સંપૂર્ણપણે દિશાહીન છે.