Dwarka News: દરિયાકાંઠે સતત ત્રીજા દિવસે બિન વારસી હાલતમાં કરોડો રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો મળ્યો

દ્વારકાનો દરિયો જાણે કે નશીલા પદાર્થો નું હબ બન્યો હોય તેમ સતત 3 જી વખત મળ્યો બિન વારસ ચરસ નો કરોડો ની કિંમત નો જથો.

દ્વારકાનાં દરિયા કાંઠે થી થોડા દિવસો પહેલા 16 કરોડ બાદ 42 લાખ અને હવે બે દિવસ પહેલા 22.75 કિલો ગ્રામ અને અંદાજે11 કરોડ 3 લાખ 75 હજાર થવા જાય છે.તે ચરસ નાં 21 પેકેટ પોલીસ ને બિન વારસુ મોજપ અને પ્રખ્યાત બ્લ્યુ ફ્લેગ માન્યતા પ્રાપ્ત એવા શિવરાજપુર વચે નાં દરિયા કાઠે થી મળી આવ્યો છે.સતત ત્રીજી વખત આ બિન વારસી ચરસ મળી આવ્યું છે પરંતુ હજુ કોઈ આરોપી નાં સગડ પોલીસ પાસે નથી મળી રહ્યા.હાલ પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ દરિયા કાઠે સતત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે બિન વારસી ચરસ ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું અથવા ચરસ સબંધિત કોઈ જાણકારી મળી રહી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola