Ahmedabad News: મણિનગરની નેલ્સન સ્કૂલમાં ફાયર વિભાગે લાંબા સમયથી સીલ માર્યું હોવાથી હાલાકી
અમદાવાદના નેલ્સન સ્કૂલમાં ફાયર વિભાગે લાંબા સમયથી સીલ માર્યું હોવાથી હાલાકી. માત્ર હોઝરીલમાં પાણીનો ફોર્સ ઓછો હોવાથી શાળા કરાઈ સીલ. શાળાએ તાત્કાલિક સુધારો કર્યો હોવા છતાં સીલ ન ખોલાતા વિદ્યાર્થીઓ પરેશાન. કર્મચારીઓ પાર્કિંગ એરિયાના રૂમમાં વહીવટી કામો કરવા મજબૂર...
વેકેશન તો પૂર્ણ થયું પરંતુ અમદાવાદની કેટલીક શાળા આજે પણ નથી ખુલી. મણિનગરની નેલ્સન સ્કૂલને ફાયર વિભાગે સીલ માર્યું છે, જેથી શાળાના કર્મચારીઓએ પાર્કિંગ એરિયાના રૂમમાં બેસી વહીવટી કામગીરી કરવી પડી. આરોપ છે શાળા પાસે ફાયર NOC અને BU પરમિશન તો છે પરંતુ ચેકિંગ સમયે પાણીની પાઈપલાઈનમાં ઓછો ફ્લો આવતો હોવાથી ફાયર વિભાગે સ્કૂલને સીલ મારી દીધું. જેને લઈને વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ પરેશાન..શાળા સંચાલકોનું કહેવું છે કે, ચેકિંગ સમયે જે ભૂલ હતી તેને સુધારી લેવાઈ છે. તેમ છતાં શાળા શરૂ કરવાની મંજૂરી નથી અપાઈ.