chhota udaipur:BJPના કાર્યક્રમમાં સીઆર પાટીલ પહોંચે તે અગાઉ ભારે પવનના કારણે મંડપ ઉડ્યો
છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપના તંબૂ ઉડ્યા છે. અહીં પેજ સમિતીના સદસ્યોને ઓળખકાર્ડ વિતરણનો કાર્યક્રમ હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર હતો.જો કે પાટીલના આગમન પહેલા જ ભારે પવનના કારણે ટેંટ ઉડી ગયા છે.