પરેશભાઇ ગાંડા થઇ ગયા છે, બધા ગાંડાઓને જ ટિકિટ આપીઃ CM રૂપાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધારી વિધાનસભાની બેઠકમાં અંતિમ ચરણનો પ્રચાર ચાલી રહ્યો છે . બગસરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું .આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ગાંડા કહ્યા હતા .કોંગ્રેસે બધા ગાંડાઓને ટિકિટ આપી છે. તેમ પણ પોતાની વાતમાં ઉલ્લેખ કર્યો હતો. તો સી.આર પાટીલે પણ કોંગ્રેસને યુરિયા ખાતરને લઈને આડે હાથ લીધી હતી. કોંગ્રેસની સરકાર હતી ત્યારે યુરિયા ખાતરનો કાળો કારોબાર થતો હતો. અને ઉદ્યોગોને કાળા બજારમાં કોંગ્રેસીઓ યુરિયા આપી દેતા હતા અને ખેડૂતોની યુરિયા માટે લાઈનો લાગતી હતી.