CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

આજે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ગાંધીનગર ખાતે 'કમલમ' કાર્યાલય પર ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો અને ભાજપના સ્થાપકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ધારાસભ્યોથી લઈ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. 

ગુજરાતીઓ મુદ્દે ખડગેએ આપેલા નિવેદનને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહારો કર્યા હતા. ગુજરાતના નાગરિકો શિક્ષિત હોવાનું ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ખડગે પર  પ્રહાર કર્યા હતા.  મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે. પક્ષમાં ચાલતા આંતરિક મતભેદોનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આયોજન કરવા જરૂરી છે. યુદ્ધ હાલ બંધ થાય એવું નથી લાગતું. યુદ્ધની સ્થિતિમાં પણ નાગરિકોને તકલીફ ન પડે તેવી કાળજી રખાઈ રહી છે. PM મોદી અને અમિતભાઈ શાહ આ સ્થિતિમાં દેશના હિતની ચિંતા કરે છે. આપણે જવાબ આપવામાં સંયમ ન ગુમાવવો તેનું ધ્યાન રાખવું જોઈએ. અફવા ફેલાવનારથી સાવધાન રહેવા મુખ્યમંત્રીએ સલાહ આપી હતી. 

તેમણે કહ્યું કે ગુજરાતમાં નહીં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વિપક્ષને હેરાનગતિ છે. હોદ્દા આપવામાં નાની મોટી ભૂલ થતી હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો. કેટલાક લોકો ચહેરો દેખાડવા આવતા હોવાનો CMએ કટાક્ષ કર્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola