RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ, રાજકોટ અને વડોદરા RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઈ-મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.  બપોરે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. ધમકી મળતા તમામ RTO ખાલી કરાવવામાં આવ્યા હતા.  અધિકારીઓ-કર્મચારી, અજરદારોને બહાર કઢાયા હતા. હાલમાં તમામ RTOમાં પોલીસ દ્વારા બોમ્બ-ડોગ સ્કવોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ટેસ્ટ માટે આવેલા અરજદારોને બહાર કઢાયા હતા. 

અફવાથી દૂર રહેવા લોકોને અપીલ

પોલીસે અફવાથી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. અગાઉ કોર્ટ, સ્કૂલો, એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. પોલીસ તપાસમાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલના કારણે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ધમકીની જાણ થતાં જ અમદાવાદ RTOએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola