Brijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખો

ગુજરાતના લોકસાહિત્યના બે જાણીતા કલાકારો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. અગાઉ બંને વચ્ચે થયેલા વાકયુદ્ધ બાદ સમાજે મધ્યસ્થી કરી મઢડાના સોનબાઈ માતાના મંદિરે સમાધાન કરાવ્યું હતું. પરંતુ, આ સમાધાન લાંબું ટક્યું નહીં અને ફરીથી બંને કલાકારો વચ્ચે શબ્દોની તકરાર શરૂ થઈ ગઈ છે.

આ વખતે વિવાદની શરૂઆત બ્રિજરાજદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ડાયરામાં બ્રિજરાજદાને કોઈનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ ૨૦૨૫થી માત્ર સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજદાને ટોણો માર્યો હતો. આ કટાક્ષ દેવાયત ખવડને પસંદ આવ્યો નહીં અને તેમણે પણ વળતો જવાબ આપ્યો હતો.

દેવાયત ખવડે એક ડાયરામાં જણાવ્યું હતું કે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ બ્રિજરાજદાને તેમના વિશે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજરાજદાનને માતાનો મલાજો પણ નથી. દેવાયત ખવડે ગુસ્સામાં એમ પણ કહ્યું કે "હવે જો માફી માગું તો ડાયરા મુકી દઈશ." આ ઉપરાંત દેવાયત ખવડના પડકારનો જવાબ આપતા બ્રિજરાજદાને કહ્યું કે "મારે બોડીગાર્ડ રાખવાની જરૂર નથી." તેમણે કહ્યું હતું કે સમાધાન પછી પણ દેવાયત ખવડે ખૂબ ચાળા કર્યા હતા અને સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola