Olympic Games Paris 2024 | ભારતના ખેલાડીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી

Continues below advertisement

25 જુલાઈથી પેરિસ ઓલમ્પિકની શરુઆત થઈ ચૂકી છે. આજે પેરિસ ઓલમ્પિકની ઓપનિંગ સેરેમની અને કાલથી ભારતીય ટીમની કેટલીક ઈવેન્ટ શરુ થશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શરૂઆત ઘણી સારી રહી છે. તીરંદાજીમાં બંને ભારતીય ટીમો પુરુષ અને મહિલાએ સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે જ સમયે, એક ટીમનો મેડલ લગભગ પાકો માનવામાં આવે છે.પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 111 એથલિટની ટીમ 16 રમતમાં રમતી જોવા મળશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 સભ્યોની ટીમ મોકલી છે. જેમાં એથ્લેટિક્સના 29, શૂટિંગના 21 અને હોકીના 19 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ 69 ખેલાડીઓમાંથી 40 પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે... જેમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલા વેનીલા વાલારિવાન રમતા જોવા મળશે. આ ત્રણેય ખેલાડીઓ પાસે ચાહકોને મેડલની આશા છે. જેમાં સુરતનો હરમીત દેસાઈ અને રાજકોટનો માનવ ઠક્કર ટેબલ ટેનિસ ખેલાડી છે. તો તમિલનાડુમાં જન્મેલી અને અમદાવાદમાં પરિવાર સાથે રહેતી ઇલા વેનીલ વાલારિવાન શૂટિગ ઈવેન્ટમાં જોવા મળશે. ત્યારે આ ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram