Gujarat High Court । પોલીસ ભરતી અને બઢતી મામલે સરકારની નીતિઓ પર હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ
Continues below advertisement
પોલીસ ભરતી અને બઢતી મામલે સરકારની નીતિઓ પર હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સરકારની બેવડી નીતિ સામે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી. 252 અધિકારીઓના બઢતી મામલે GPSCની મંજૂરી બદલ હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા. કોર્ટે સવાલ કર્યો કે, ભરતીની પ્રક્રિયા માટે વિશેષ પોલીસ ભરતી બોર્ડ બનાવ્યું છે તો બઢતી મામલે GPSCની મંજૂરી કેમ?? જો પોલીસને લાગતી બાબતો માટે અલગથી બોર્ડ અમલમાં છે તો આ પ્રક્રિયાની શું જરૂર છે તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યો. સરકારને જરૂર હોય તો અન્ય રાજ્યોના પોલીસ ભરતીના નિયમોની સમીક્ષા કરે તેવી વાત પણ હાઇકોર્ટે કરી. ભરતી અને બઢતીના કેસમાં ગંભીરતા રાખી ઝડપથી કામ કરવાની જરૂરિયાત હોવાની ટિપ્પણી કોર્ટે કરી. જેને લઇ સરકારી વકીલે ઘટતું કરવા બાહેંધરી આપી.
Continues below advertisement