શહેરોની તુલનામાં ગ્રામ્યમાં વધ્યું કોરોના સંક્રમણ, CM રૂપાણીએ વ્યક્ત કરી ચિંતા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, હાલ કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉનનું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યાના આધારે કરી રહ્યા છે. ગામડામાં આવેલા કોરોનાને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને, હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે. ગામમાં બધાનાં ટેસ્ટ કરવાનાં બદલે લક્ષણોવાળાનાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.