ગુજરાતમાં ખુલ્લામાં થતા કાર્યક્રમોમાં કેટલા લોકોને આવવાની છૂટ? CM રૂપાણીએ શું આપ્યું નિવેદન
માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટુ નિવેદન આપ્યુ હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે કેંદ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકો હાજર રહી શકશે. હોલમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે યોજાતા સમારંભોમાં 200 લોકોને છૂટ આપવામાં આવી છે અને જાહેરમાં યોજવામાં આવતા કાર્યક્રમોમાં કોઈ લિમિટ નથી.