મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનને લઈને આપ્યું મહત્વનું નિવેદન, જુઓ વીડિયો
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વેક્સિનને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કોરોના વેક્સિન આવી જવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. વડોદરામાં સરદારધામ પ્રોજેક્ટના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાથી રિકવરી રેટ 90 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુદર સવા સાત ટકાથી ઘટી સવા બે ટકા પર પહોંચી ગયાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં કોરોના પોઝિટીવ રેટ પણ ઘટીને પોણા ત્રણ ટકા પર પહોંચી ગયાનો મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો.
Continues below advertisement