પંચમહાલના વલ્લભપુરમાં પિતા અને બે વર્ષના બાળકની હત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
પંચમહાલના વલ્લભપુરમાં પિતા અને બે વર્ષના બાળકની હત્યા કરવામાં આવી. પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવતીના પરિવારજનોએ પિતા પુત્રનું અપહરણ કરીને હત્યા કર્યા હોવાનો આરોપ છે. શહેરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્રવાઈ હાથ ધરી છે. ગોકળપુરાની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકામાં હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા છે. બે વર્ષના દીકરા સાથે ફરવા નિકળેલા યુવકનું કારમાં અપહરણ કરવામાં આવ્યુ અને ખરોલી ગામની સીમમાં યુવકની હત્યા કરી નર્મદા કેનાલમાં મૃતદેહ ફેંકી દીધો હતો. જ્યારે બે વર્ષના માસૂમને જીવતો નદીમાં ફેંકી દીધા હોવાની આશંકા છે. જિલ્લા પોલીસ સાથે NDRFની ટીમો છેલ્લા ત્રણ દિવસથી મહી નદીમાં બાળકના મૃતદેહની શોધખોળ કરી રહી છે.
Continues below advertisement