Porbandar Coast Guard ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 કર્મચારી લાપતા, શોધોખોળ ચાલુ

Continues below advertisement

Porbandar: ભારતીય કૉસ્ટગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચારમાંથી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમની શોધ ચાલી રહી છે, જ્યારે એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.

ભારતીય કૉસ્ટગાર્ડે એક નિવેદન જાહેર કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મૉટર ટેન્કર હરિ લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કૉસ્ટગાર્ડે કહ્યું કે આ કાર્યવાહી મૉટર ટેન્કરના માલિક હરિ લીલાની વિનંતી પર કરવામાં આવી છે. કૉસ્ટગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકૉપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram