રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા આઠ ડિગ્રીમાં ઠુંઠવાયું
ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં શીતલહેર અનુભવાઈ રહી છે.રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં આઠ ડિગ્રી નોંધાયું હતું .હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2-3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહી.પણ 2-3 દિવસ બાદ ઠંડી વધે તેવી પૂરી શક્યતા છે.