રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત, આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી
ગુજરાતમાં શિયાળાની અસર વર્તાઈ રહી છે અને ઠંડી વધી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સપ્તાહે એટલે કે 9 જાન્યુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડીગ્રી કરતાં નીચે આવી જશે. ગુજરાતમાં4 દિવસ કોલ્ડવેવની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધશે. તાપમાનનો પારો 2થી 3 ડીગ્રી ઘટી શકે છે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.